નવી દિલ્હી : ભારતમાં નોકિયા 5310 ફિચર ફોનના લોન્ચિંગ માટે તાજેતરમાં ટીઝર બહાર પાડવામાં આવ્યું હતું. હવે કંપનીના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ દ્વારા જાણ કરવામાં આવી છે કે આ ફોન ભારતમાં 16 જૂને લોન્ચ થશે.
નોકિયા મોબાઇલ્સ ઇન્ડિયાના ટ્વિટર હેન્ડલે 11 જૂને ટ્વીટ કર્યું છે કે આ ફીચર ફોન 5 દિવસમાં લોન્ચ થશે. એટલે કે, આ ફોન 16 જૂને લોન્ચ થશે. લોન્ચિંગ પહેલાં, રસ ધરાવતા ગ્રાહકો કંપનીની વેબસાઇટની મુલાકાત લઈને તેમના રજિસ્ટર નોંધાવી શકે છે.
ઉપરાંત, તમને જણાવી દઈએ કે નોકિયાએ તેના ટ્વિટમાં લખ્યું છે કે અમે અમારો આઇકોનિક મ્યુઝિક ફોન પાછો લાવી રહ્યા છીએ. ખરેખર, નવો નોકિયા 5310 ફીચર ફોન, વર્ષ 2007 માં લોંચ કરાયેલા ક્લાસિક નોકિયા 5310 એક્સપ્રેસ મ્યુઝિક ( ‘Xpress Music’ ) ફિચર ફોનનો નવો અવતાર હશે. આ ફોન સફેદ / લાલ અને કાળા / લાલ રંગના વિકલ્પોમાં આવશે.
We’re bringing the iconic music phone back! 5 days to go. Stay tuned so you #NeverMissABeat #Nokia5310
To know more, visit: https://t.co/Is37iVAdWr pic.twitter.com/5YKOjXcU8R— Nokia Mobile India (@hmd_in) June 11, 2020