ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જીવન સાથે જોડાયેલ એક ફિલ્મમાં બોલીવુડ અભિનેતા અનુપમ ખેર તેમનું પાત્ર ભજવશે. આ ફિલ્મ મનમોહનસિંહના મીડિયા એડવાઈઝર રહેલ સંજય બારુના પુસ્તક પર આધારીત હશે. સંજય બારુનું પુસ્તક ધ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ઃ ધ મેકિંગ એન્ડ અનમેકિંગ ઓફ મનમોહનસિંહ. આ પુસ્તક ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પહેલા જ લોન્ચ થયુ હતું. જેમાં મનમોહનસિંહના વડાપ્રધાન તરીકેના પ્રથમ કાર્યકાળની આકરી સમીક્ષા કરવામાં આવેલ છે. તેમજ ફિલ્મ ડિસેમ્બર ૨૦૧૮માં રીલીઝ થાય તેવી શક્યતા છે. જેનો ફર્સ્ટલુક આવતીકાલે રીલીઝ કરવામાં આવનાર છે. ફિલ્મના પ્રોડયુસર સુનિલ બોહરાનું કહેવુ છે કે આ ફિલ્મ એક મોટા રાજકીય ડ્રામા જેવી હશે. તેમજ આ ફિલ્મ એકેડમીક એવોર્ડ જીતનારી રીચર્ડ એડિનબૈરોની ૧૯૮૦ના દાયકામાં આવેલ ગાંધી ફિલ્મ જેટલી જ ભવ્ય હશે.
ફિલ્મની સ્ક્રિપ્ટ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા હંસલ મહેતા લખશે. તેમજ આ ફિલ્મ સાથે વિજય રત્નાકર ગુટ્ટે પ્રથમ વખત ડાયરેક્શન સંભાળશે. મનમોહનસિંહની ભૂમિકા માટે અનુપમ ખેરની પસંદગી થઈ ગઈ છે. જ્યારે અન્ય પાત્રોની શોધ ચાલી રહી છે