નવી દિલ્હી : જ્યારે ભારતના કેટલોક પોતાનો હોવાનો દાવો કરતી નેપાળ સરકારની ‘નકશે’બાજીનો જે દાવપેચ રજૂ કર્યો હતો તેની હવા સરકારના જ એક નિર્ણયને કારણે નીકળી ગઈ છે.
નેપાળની કેબિનેટે 11 જૂન, ગુરુવારે એક નિર્ણય લીધો હતો જેમાં જેના પર તે દાવો કરી રહી છે તેવા ભારતના પ્રદેશના પુરાવાઓ તૈયાર કરવા માટે 9 લોકોની સમિતિ બનાવવામાં આવી છે.
નેપાળ સરકારના પ્રવક્તા યુવરાજ ખતીવડાએ કેબિનેટની બેઠકનો નિર્ણય આપતાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, સરકારે ભારત સાથે સરહદ વિવાદ અંગે નક્કર પુરાવા અને દસ્તાવેજો એકત્રિત કરવા માટે 9 સભ્યો ધરાવતા નિષ્ણાતોની એક ટીમની રચના કરી છે.
ખતીવડાના જણાવ્યા અનુસાર, નેપાળ સરકારની સત્તાવાર થિંકટેન્ક સંસ્થા નીતિ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ ડો.વિષ્ણુરાજ ઉપરેતિને તેના કન્વીનર તરીકે નિમવામાં આવ્યા છે. આ સમિતિમાં સરહદના નિષ્ણાતો, ભૂગોળશાસ્ત્રીઓ, આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાતો, પુરાતત્ત્વવિદો વગેરે રાખવામાં આવ્યા છે.
જોકે સરકારના આ નિર્ણય પર રાજદ્વારી બાબતોના જાણકારો આશ્ચર્યજનક છે. નેપાળના જાણીતા રાજદ્વારી નિષ્ણાંત ડો.અરુણ સુવેદીએ કહ્યું કે, આશ્ચર્યજનક વાત છે કે જે કામ પહેલા થવું જોઈએ તે હવે થઈ રહ્યું છે. પહેલા નકશો પ્રકાશિત કર્યો, ત્યારબાદ સરકારે સંસદમાં તેના પર સુધારાની દરખાસ્તો લાવી અને હવે તે પુરાવા શોધવાનું કામ કરી રહી છે. જ્યારે પહેલા પુરાવા એકત્રિત કર્યા બાદ રાજદ્વારી વાટાઘાટો થઈ હોવી જોઇએ.