નવી દિલ્હી : રેડમી 8 એ ડ્યુઅલ (Redmi 8A Dual)નું નવું 64 જીબી વેરિઅન્ટ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફોન પહેલાથી જ 2 જીબી / 3 જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ વિકલ્પમાં આવે છે. રેડમી 8 એ ડ્યુઅલ ભારતીય બજારમાં રીઅલમી સી 3 અને ઇન્ફિનિક્સ હોટ 8 સાથે સ્પર્ધા કરે છે. જો કે, હવે નવું વેરિઅન્ટ તેના પ્રાઇસ સેગમેન્ટમાં રીઅલમી નાર્ઝો 10 એ સાથે પણ સ્પર્ધા કરશે.
રેડમી 8 એ ડ્યુઅલના નવા 3 જીબી રેમ + 64 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 8,999 રૂપિયા રાખવામાં આવી છે. દેશમાં આ નવા વેરિઅન્ટનું વેચાણ સોમવાર 15 જૂનથી શરૂ થશે. ગ્રાહકો તેને એમેઝોન, શાઓમીની વેબસાઇટ અને જુદા જુદા રિટેલ આઉટલેટ્સથી ખરીદી શકશે. તમને જણાવી દઈએ કે રેડમી 8 એ ડ્યુઅલ 2 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ અને 3 જીબી રેમ + 32 જીબી સ્ટોરેજ વેરિએન્ટમાં પણ આવે છે. આ વેરિએન્ટની કિંમત અનુક્રમે 7,499 અને 7,999 રૂપિયા છે.
શાઓમીએ ફેબ્રુઆરીમાં રેડમી 8 એ અપગ્રેડ તરીકે રેડમી 8 એ ડ્યુઅલ મોડેલ લોન્ચ કર્યું હતું. આ સ્માર્ટફોન ગ્રાહકોને ત્રણ કલર વિકલ્પોમાં ઉપલબ્ધ છે – મિડનાઇટ ગ્રે, સી બ્લુ અને સ્કાય વ્હાઇટ.