નવી દિલ્હી : ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની બેઠક 12 જૂન, શુક્રવારે લોકડાઉન પછી પહેલીવાર મળી હતી. જીએસટી કાઉન્સિલની આ 40 મી બેઠક છે. નાણામંત્રી નિર્મલા સીતારામણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં ભાગ લીધો હતો. બેઠક બાદ નાણાં પ્રધાને કહ્યું કે, જુલાઇ 2017 થી જાન્યુઆરી 2020 સુધીમાં જેમણે જીએસટીઆર 3 બી રિટર્ન ભર્યું નથી અને તેમના પર ઝીરો રિટર્ન છે, તો તેઓને લેટ ફી ચૂકવવી પડશે નહીં.
મીટિંગમાં નાની કંપનીઓને રાહત આપતી વખતે જીએસટી રીટર્ન ફાઇલ કરવા પરનું ઇન્ટરેસ્ટ અડધાથી ઘટાડવામાં આવ્યું છે. આવી કંપનીઓને મોડેથી જીએસટી ફાઇલ કરવામાં 9 ટકા વ્યાજ ચૂકવવું પડશે. તે જ સમયે, મેથી જુલાઈ સુધી જીએસટી રીટર્ન ફાઇલ કરતી વખતે લેટ ફી નહીં આવે.
– નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું કે, જુલાઈ 2017 થી જાન્યુઆરી 2020 સુધીના ઘણા રિટર્ન ફાઇલિંગ બાકી છે. આવા સંજોગોમાં, જેમણે રિટર્ન ભર્યું નથી, તેઓની લેટ ફી લેવામાં આવશે નહીં.
– જીએસટીઆર -3 બી મોડી ભરવા માટે મહત્તમ ફી માટે 500 રૂપિયાની મર્યાદા છે. જીએસટીઆર 3 બી માટે નવી વિંડો બનાવવામાં આવી છે, જેના દ્વારા આ ફોર્મ ભરવાની અવધિ 1 જુલાઈથી 30 સપ્ટેમ્બર સુધી લંબાવામાં આવી છે.