નવી દિલ્હી : વોટ્સએપ (WhatsApp) વિશે માહિતી આપનારી પહેલી વેબસાઇટ ડબ્લ્યુએબીએનફોએ એક ટ્વીટ દ્વારા જણાવ્યું છે કે, વોટ્સએપમાં ટૂંક સમયમાં યુઝર્સને 4 ડિવાઇસમાં તેમના એકાઉન્ટનો ઉપયોગ કરવાની સુવિધા મળશે. આ સ્ક્રીનશોટ બતાવે છે કે, WhatsApp, Wi-Fi કનેક્ટિવિટી દ્વારા સમગ્ર ઉપકરણોમાં ડેટાને સિંક્રનાઇઝ કરશે.
https://twitter.com/WABetaInfo/status/1271251475600154625
વોટ્સએપ યૂઝર્સ દિવસેને દિવસે વધી રહ્યા છે અને આની સાથે એપનું કદ પણ વધી રહ્યું છે. ત્યારે મલ્ટિડિવાઇસ સપોર્ટ, ઓટોમેટીક મેસેજ ડિલીટ, મેસેજ સર્ચ બાય ડેટ અને એપ બ્રાઉઝર જેવી સુવિધાઓ પણ ટૂંક સમયમાં વોટ્સએપમાં સામેલ થવા જઈ રહી છે.