કોરોના ના કાળમાં સરકાર દ્વારા લોક-ડાઉનના પગલાં ભરીને ભારત દેશને આ મહામારીથી એક હદ સુધી સાચવીને રાખ્યું છે. કોરોના પછી લોકો ના જન-જીવન પર ઘણી બધી અલગ અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ભગવાન ના દરબાર થી માંડી ને લોકો ના રોજ-ગાર પર અસર જોવા મળી રહી છે, તેમાં થી એક છે શાળા અને કોલેજઓ. ગુજરાતમાં શાળા કોલેજો સહિતની શૈક્ષણીક સંસ્થાઓ આગામી 15 ઓગસ્ટ સુધી બંધ રહેશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રીએ કરી હતી, તેમણે આ ઉપરાંત એ પણ બાબતની ચોખવટ કરી દીધી છે કે, શાળાઓ વાલીઓને સપ્ટેમ્બર મહિના સુધી ફી ભરવા માટે દબાણ નહીં કરી શકે. શાળાઓ જો કઈ પણ ખોટું કામ કરશે જેના લઈને વાલીઓ ને તકલીફ થઈ તો સરકાર કડક પગલાં ભરવામાં પીછેહત નહીં કરે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું કે, આ વર્ષે જરા પણ ફીમાં વધારો કરી શક્શે નહીં. ઉપરાંત વાલી જો ત્રિમાસિક ફીને બદલે માસીક ફી ભરે તો પણ ચાલશે. ટયૂશન ફી અને સ્કૂલ ફી બંને માસીક ભરી શકાશે સાથે જ શૈક્ષણિક સંસ્થાઓ આ વખતે સપ્ટેમ્બર મહિના સુધી કોઈને પણ ફી ભરવા માટે દબાણ કરી શકશે.