ઉત્તર પ્રદેશ તરફથી આ બેઠકમાં સામેલ મંત્રીએ કહ્યું કે, પાન મસાલા અને ઈંટોની ભઠ્ઠી પર GST ને લઈ વિચાર કરવાની જરૂર છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે, આવતા મહિનેથી પાન મસાલા મોંઘા થઈ શકે છે તો ઈંટ પર GST વધારવા અંગે મકાન નિર્માણ પણ મોંઘુ થઈ શકે છે. નાણામંત્રી સીતારમને જણાવ્યું કે, બેઠકમાં ઉત્તર પ્રદેશ તરફથી પાન મસાલા અને ઈંટોની ભઠ્ઠી પર GST ને લઈ સવાલ કરવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશ તેમનું રેવેન્યૂ વધારવા માટે GST Council ને જલદી નિર્ણય લેવા અંગે આગ્રહ કરી રહ્યું છે.
તેમણે ભરોસો અપાવ્યો છે કે GST Council ની આવનારી બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા થશે. સૂત્રો અનુસાર, ઉત્તર પ્રદેશે ઉત્પાદન ક્ષમતાના આધારે મેન્યુફેક્ચરિંગ સ્ટેજ પર જ સેસ લગાવવાની માગ કરી છે. જણાવી દઈએ કે હાલમાં નિર્માતા તરફથી કરવામાં આવેલી આપૂર્તિ પર GST લગાવવામાં આવે છે.પાન મસાલા પર હાલમાં 28 ટકા GST અને 60 ટકા સેસ લગાવવામાં આવે છે. તો ગુટખા પર 204 ટકા સેસ લગાવવામાં આવે છે. પાન મસાલા નાના પેકેટો કે પાઉચમાં વેચાઈ છે. જેની મોટા પ્રમાણે ચૂકવણી રોકડમાં કરવામાં આવે છે. તેને કારણે ટેક્સ અધિકારીઓને પાન મસાલાની આપૂર્તિનું યોગ્ય આંકલન કરવું મુશ્કેલ થઈ જાય છે.