મુંબઈ : મોનાલી ઠાકુર એક એવું નામ છે જેમણે હિન્દી અને બંગાળી ફિલ્મો માટે ઘણા ગીતો ગાયા છે. તે માત્ર એક ગાયિકા જ નહીં પરંતુ એક અભિનેત્રી પણ છે અને તે સિવાય તેણે ઘણાં રિયાલિટી શો પણ કર્યા છે. પોતાના ગીતોથી શ્રોતાઓનું દિલ જીતનાર મોનાલી ઠાકુરનું દિલ ઘણા વર્ષો પહેલા સ્વિટ્ઝર્લેન્ડમાં રહેતા માઇક રિચરે જીત્યું હતું અને વર્ષ 2017 માં બંનેના લગ્ન થયા હતા. માઇક અને મોનાલી સ્વિટ્ઝર્લેન્ડમાં મળ્યા હતા, જ્યાં તેમની પાસે એક રેસ્ટોરન્ટ પણ છે.
મીડિયા સાથેની વાતચીતમાં સિંગર મોનાલીએ ખુલાસો કર્યો કે, જ્યારે માઇક રિચર સાથે લગ્ન કર્યા ત્યારે તેમનો પરિવાર પણ ત્યાં પહોંચી શક્યો નહીં. પરંતુ હવે ટૂંક સમયમાં તે ભારતીય પરંપરા મુજબ લગ્ન કરશે. મોનાલી ઠાકુરના લગ્નને 3 વર્ષ થયા છે અને કોઈને તેના વિશે ખબર પડી ન હતી. હવે મોનાલીએ કહ્યું કે, તેનો પતિ માઇક લગ્ન છુપાવવા માંગતો ન હતો. તેણે કહ્યું, “આટલા વર્ષો સુધી તે પોતાના લગ્ન છુપાવવાનો ઈરાદો ધરાવતો નહોતો પણ તે એની રીતે જ બન્યું,”