નવી દિલ્હી : ભારતના 128 સહભાગીઓ ઓનલાઇન સ્પર્ધા ‘રેસ ધ કોમરેડ્સ લિજેન્ડ’ માં ભાગ લેશે. દક્ષિણ આફ્રિકન કામરેડ્સ મેરેથોન એસોસિએશન (એમસીએ) આ રેસનું આયોજન કરી રહ્યું છે. 14 જૂન, રવિવારે મધ્યરાત્રિથી શરૂ થઈને, આ રેસ સોમવારે મધ્યરાત્રિએ સમાપ્ત થશે. આ મેરેથોન 1921 થી દર વર્ષે યોજવામાં આવે છે. તે ફક્ત બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન રોકી દેવામાં આવી હતી. કોરોના વાયરસના ચેપને કારણે આ વર્ષે આ ઇવેન્ટને રદ કરવી પડી હતી.
આ પ્રોગ્રામમાં વિશ્વભરમાંથી હજારો લોકો આવે છે. રસપ્રદ વાત એ છે કે, આ વખતે ઓનલાઇન રેસ માટે 86 દેશોમાંથી 40,000 લોકોએ અરજી કરી છે, જે વાસ્તવિક ઇવેન્ટના આયોજન માટે મળેલી અરજીઓની સંખ્યા કરતા વધુ છે. સીએમએના પ્રમુખ ચેરીલ વિને જણાવ્યું હતું કે, “રવિવાર, 14 જૂન આનંદ અને ઉજવણીનો દિવસ બનશે, જેમાં વિશ્વભરના સહભાગીઓ ભાવના અને એકતા શેર કરશે જે 95 મી કોમરેડ મેરેથોન રેસના દિવસે જોવા મળે છે.”