મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના તેના ફ્લેટમાં 14 જૂને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. સુશાંતના મૃત્યુના સમાચાર આવતાની સાથે જ બોલીવુડના તમામ સ્ટાર્સે સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કરી દીધું છે. પટનામાં જન્મેલા સુશાંતનું પૂર્વજોનું ઘર બિહારના પૂર્ણિયામાં છે. એમ.એસ. ધોનીની ધ અનટોલ્ડ સ્ટોરીમાં મુખ્ય ભૂમિકા ભજવનારા સુશાંત વિશે બહુ ઓછું જાણીતું છે, કે તેની બહેન મીટ્ઠુ રાજ્ય કક્ષાની ક્રિકેટર છે.
સુશાંત તેની માતાની ખૂબ નજીક હતો. 2002 માં તેની માતાનું અવસાન થયું. માતાના અવસાન પછી સુશાંત તૂટી ગયો હતો અને આ વર્ષે જ તેનો પરિવાર દિલ્હી સ્થળાંતર થયો હતો. સુશાંતના પિતા સરકારી અધિકારી રહ્યા છે. આ સિવાય તેના પરિવારમાં ચાર બહેનો હતી, જેમાંથી એકના મૃત્યુ બાદ ત્રણ બહેનો અને સુશાંત એમ 4 ભાઈ – બહેનો હતા. સુશાંતના પિતા કે.કે. સિંહ સુશાંતના મૃત્યુ પછી અવાચક છે.