મુંબઇ: બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે આજે (14 જૂન) આત્મહત્યા કરી છે. સુશાંત સિંહે તેના મુંબઈ ખાતેના એપાર્ટમેન્ટમાં આ અંતિમ પગલું ભર્યું. સુશાંતનો પરિવાર પટનામાં રહે છે. પુત્ર સુશાંત સિંહના નિધન બાદ પિતા કે.કે. સિંહે સીબીઆઇ તપાસની માંગ કરી છે. સુશાંતના પિતાએ કહ્યું કે, ” સુશાંતના મોતના બે કલાક પહેલા જ તેમની સાથે વાત થઇ હતી. સુશાંતે આત્મહત્યા જેવી કોઇ વાત જ કરી નથી. મારા દીકરાએ સ્યુસાઇડ (આત્મહત્યા) નથી કર્યું તેનું મર્ડર કરવામાં આવ્યું છે. આ અંગે CBI તપાસ થવી જોઈએ.’ ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહના મામાએ પણ ન્યાયિક તપાસની માંગ કરી છે.
સુશાંત સિંહ રાજપૂતે પોતાના બેડરૂમમાં લીલા રંગના કપડાથી ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસને સુશાંત સિંહના ઘરમાંથી કોઇ સુસાઇટ નોટ મળી નથી. સુશાંત સિંહ રાજપૂતે અડધી રાત્રે અંતિમ ફોન કોલ એક એક્ટરને કર્યો હતો પરંતુ તે એક્ટરે ફોન કોલ રિસીવ કર્યો ન હતો.