અમેરિકાના ચિલીમાં કોરોના વાયરસના કુલ 1.67 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે 3101 લોકોના મોત નીપજ્યા છે. ચિલી સરકાર પર આક્ષેપ લાગ્યો હતો કે, તે કોરોના વાયરસ મામલે મોતની સંખ્યાને ઓછી કરીને રજૂ કરી રહી છે. આ કેસમાં ભારે વિરોધ થતા સરકારે આંકડા રજૂ કરવાના નિયમમાં ફેરફાર કર્યા હતા પણ આ મામલે હજુ લોકોનો ગુસ્સો શાંત થયો નથી. મોતનો આંકડો દિવસે દિવસે મોટો થવાને કારણે ચિલી સરકાર પર દબાણ વધી રહ્યું હતું. શનિવારે આરોગ્ય મંત્રી જેમી મનાલિચે રાજીનામું આપી દીધું હતું. ચિલીના રાષ્ટ્રપતિ સેબૈસ્ટિયન પિનેરાએ કહ્યું હતું કે, જેમીએ ચિલીના લોકોને બચાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા.
હવે ડૉ. એનરિક પેરિસને આરોગ્ય મંત્રી બનાવવામાં આવ્યા છે. ચિલી દેશની કુલ વસ્તી 90 લાખ છે તેથી કોરોના વાયરસના કુલ 1.67 લાખ કેસને ગંભીરતાથી લેવામાં આવે છે. દસ લાખની વસ્તી પર કોરોના વાયરસના સરેરાશ કેસ જોવા મળે તો કેસ મામલે લેટિન અમેરિકામાં એ દેશ સૌથી ટોચ પર પહોંચી જાય છે. ચિલીના રેન્કાના મેયર ક્લોડિયો કાસ્ત્રોએ જણાવ્યું હતું કે, સરકાર મોટી સંખ્યામાં આંકડા જાહેર કરે છે. કોર્પોરેશનના સ્થાનિક તંત્ર અનુસાર 22 લોકોના મોત થઈ ચૂક્યા છે જ્યારે 11 પરિવારજનોના ટેસ્ટના રિપોર્ટ તૈયાર થઈ રહ્યા છે. પણ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય માત્ર 9 મોતનો જ દાવો કરી રહી છે. વિપક્ષ નેતા, મેયર, મેડિકલ નિષ્ણાંત તથા સામાજિક સમુહ જેમીનો વિરોધ કરવા લાગ્યા હતા કારણ કે ચિલી સરકારે કોરોના વાયરસ અંગેના સાચા આંકડા જાહેર કર્યા ન હતા. આટલું જ નહીં ચિલી સરકારે જે તે સમયે લોકડાઉન પણ લાગુ કર્યું ન હતું.