ગર્લ્સ ફ્રેન્ડને મળવાની જીદનું ક્યારેક માઠું પરિણામ ભોગવવું પડે છે. આ વાતનો અહેસાસ ઈન્દોરના એક ડૉક્ટરને થયો છે. રાત્રીના સાડા ત્રણ વાગ્યે એક ડૉક્ટર ગર્લ્સ હોસ્ટેલમાં અંદર જવાનો પ્રયત્ન કરતો હતો. ઈન્ડેક્સ કૉલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી પ્રેમીકાને મળવા માટે તે પાઈપ પર ચડી પાઈપના આધારે આગળ જઈ રહ્યો હતો. ડૉક્ટર યુવતીના રૂમ સુધી પહોંચે એ પહેલા પાઈપ તૂટ્યો અને ડૉક્ટર ચોથા માળેથી નીચે પટકાયો હતો. આ ઘટનાની જાણ થતા સમગ્ર કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી. ઈન્ડેક્સ મેડિકલ કૉલેજના શુક્રવારે રાત્રે સાડા ત્રણ વાગ્યે એક ડૉક્ટનું મોત નીપજ્યું હતું.
ડૉ. આયુષ રાજીવ મિશ્રા ઈન્ડેક્સ કૉલેજની બોય્ઝ હોસ્ટેલમાં રહેતો હતો જ્યારે અહલ્યા ગર્લ્સ હોસ્ટેલમાં એની ગર્લફ્રેન્ડ રહેતી હતી. પાઈપના સહારે તે ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસી ગયો. આ દરમિયાન પાઈપ તૂટી જતા અકસ્માત થયો અને ડૉક્ટરનો જીવ ગયો. ડૉક્ટરની ગર્લફ્રેન્ડ એક દિવસ પહેલા જ ગામડેથી હોસ્ટેલ આવી હતી. ત્યાર બાદ આયુષ મળવા માટેની જીદ કરી રહ્યો હતો. દર 15 મિનિટે આયુષ કોલ કરી રહ્યો હતો. શનિવારે સવારે 8 વાગ્યે મળવાનો ટાઈમ નક્કી કર્યો હતો. પણ આયુષ માનતો ન હતો અને રાત્રે જ હોસ્ટેલમાં ઘુસી આવ્યો હતો. ડૉ. આયુષ MBBS બાદ ઈન્ટર્નશીપ કરી રહ્યો હતો. ગર્લફ્રેન્ડ પણ એની સાથે કૉલેજમાં અભ્યાસ કરતી હતી. લોકડાઉનને કારણે તે ગામડે જતી રહી હતી. શુક્રવારે તે પોતાના વતનથી પરત ફરી હતી.