મુંબઈ : 14 જૂને સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા બાદ દેશભરમાં શોકનું વાતાવરણ છે. ટીવીથી માંડીને બોલીવુડના સ્ટાર્સ અને ચાહકો તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કરી રહ્યા છે, જ્યારે સુશાંત સિંહ રાજપૂત હવે આ દુનિયામાં નથી એમ કોઈના માનવામાં આવી રહ્યું નથી.
સુશાંતના પરિવારના સભ્યો પટના હતા અને આજે (15 જૂન) મુંબઇ જવા રવાના થયા છે. સુશાંતના મૃતદેહને રવિવારે સાંજે પોસ્ટ મોર્ટમ માટે મુંબઇની કૂપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને હવે તેનો પિતરાઇ ભાઇ સંદિપ સિંહ કૂપર હોસ્પિટલના શબગ્રુહમાં પહોંચ્યો છે.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતથી પરિવારમાં શોક છે. અભિનેતાના પિતા ખરાબ રીતે તૂટી ગયા છે. તેઓ વિશ્વાસ કરી શકતા નથી કે તેનો પુત્ર હવે આ દુનિયામાં નથી. આજે સુશાંતના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે. બીજી તરફ સુશાંતના સંબંધી નીરજકુમાર સિંહ બબલુએ એએનઆઈને કહ્યું કે, તે મુંબઇ જવા રવાના થયા છે. સુશાંતની અંતિમ વિધી મુંબઈમાં કરવામાં આવશે. નીરજ કુમાર સુશાંતના પિતા અને અન્ય સંબંધીઓ સાથે મુંબઇ જવા રવાના થયા છે.
We are leaving for Mumbai now. The last rites will be performed there. We still can't believe that he is no more. If needed, we will ask for investigation as well: Niraj Kumar Singh Babloo, BJP MLA and a relative of #SushantSinghRajput, in Patna. https://t.co/Z39UvMfLOj pic.twitter.com/OCFF4bwzUo
— ANI (@ANI) June 15, 2020