લલિતપુરથી અંદાજે 40 કિ.મી. દૂર હનૌતા ગામમાં 45 ડિગ્રીની ધગધગતા તાપની તપતી રેતમાં ઉઘાડા પગે ઊભેલી ફૂલવતી પોતાની આપવીતી સંભળાવતી હતી. 20 દિવસ અગાઉ જ ઇન્દોરથી પરત આવી છે. લલિતપુરથી ચાલીને આવવું પડ્યું હતું. પગમાં છાલા પડી ગયા હતા પણ ગામડે પહોંચવાની નિશ્ચિંતતામાં દરેક પીડા સહન કરી લીધી હતી ત્યારે પગમાં ચપ્પલ પણ હતા પરંતુ શરમમાં મૂકે તેવી વાત એ છે કે ગામે પહોંચીને ચપ્પલને પણ છોડવા પડ્યા છે, કેમ કે આ રૂઢિચુસ્ત ગામ સ્ત્રીઓને ચપ્પલ પહેરવાની મંજૂરી આપતું નથી. ફૂલવતી કહે છે- ‘ચપ્પલ તો છે પણ અમે સાસરીમાં પુરુષો આગળ ચપ્પલ નથી પહેરતા.’ ફૂલવતીએ કોરોનાની મુશ્કેલીઓ વેઠી લીધી, ગામના કુરિવાજો અંગે ચુપ છે. પરમાર્થ સેવા સંસ્થાનના સંજય સિંહ કહે છે- ‘લલિતપુર જિલ્લામાં અને ઝાંસીના બબીના તાલુકાના આદિવાસી બહુલ ગામોમાં આ રૂઢિચુસ્ત પ્રથા હજુ યથાવત અને સ્ત્રી ચૂપ-ચાપ તેનું પાલન પણ કરે છે.’