નવી દિલ્હી : નોકિયા ફરી એકવાર ભારતમાં તેના જૂના અને આઇકોનિક ફોન્સ પાછા લાવશે. આવતીકાલે એટલે કે 16 જૂને એચએમડી ગ્લોબલ ભારતમાં નોકિયા 5310 (Nokia 5310) લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે.
નોકિયા 5310 એક્સપ્રેસ મ્યુઝિક એક મ્યુઝિક-સેન્ટ્રીક ફિચર ફોન છે, જેમાં જૂના એક્સપ્રેસ મ્યુઝિક જેવા કંટ્રોલ્સ છે. આ પહેલા પણ કંપની જુના ફોન્સને નવી રીતે લોંચ કરી ચૂકી છે.
એચએમડી ગ્લોબલ તેના ટીઝરને છેલ્લા કેટલાક સમયથી શેર કરી રહ્યું છે. તેને માર્ચમાં વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યું હતું. જૂના નોકિયા એક્સપ્રેસ મ્યુઝિકની જેમ જ આ ફીચર ફોનમાં મ્યુઝિક કી બટનો આપવામાં આવ્યા છે.
નોકિયા 5310 ના સ્પેસિફિકેશન અંગે વાત કરીએ તો, આ ફોન સિરીઝ 30+ સોફ્ટવેર પર કામ કરે છે. આ ફોનમાં પૂર્વ લોડ ઇન્ટરનેટ બ્રાઉઝર છે. આ ઉપરાંત, એમપી 3 પ્લેયર અને એફએમ રેડિયો પણ અહીં પ્રદાન કરવામાં આવે છે.