રિટાયર્ડ અધિકારીઓના વેતનમાં વધારો કે નોકરી શોધતા યુવાનોના સપનામાં ઘટાડો?
ગુજરાત રાજ્યનાં R&B (રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ)માં એક નવો ચીલો ચાતરવામાં આવી રહ્યો છે. સમગ્ર રાજ્યમાં R&Bમાં એડવાઈઝર અથવા ઈન્ચાર્જ ઈજનેરોથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ છેક મુખ્યમંત્રી કરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ R&B વિભાગમાં એક્ટેન્શનનો ખેલ ચાલી રહ્યો છે. રિટાયર થયેલા અધિકારીઓ-કર્મચારીઓને એક્ટેન્શન આપીને સરકારી નોકરી માટે ફાંફા મારી રહેલા યુવાનોને એક રીતે અન્યાય કરવામાં આવી રહ્યો હોવાની પણ ફરિયાદ ઉઠી રહી છે. એવું કહેવાય છે કે R&B વિભાગમાં પાછલા બે-અઢી દાયકાથી નવી ભરતી કરવામાં આવી નથી. જેનો ભોગ નોકરી વાંચ્છુક યુવાનો બની રહ્યા હોવાની લાગણી પ્રવર્તી રહી છે.
R&B વિભાગ સીધી રીતે મુખ્યમંત્રીના તાબા હેઠળ આવે છે અને મુખ્યમંત્રી સુધી વિભાગ અંગેની સાચી માહિતી પહોંચાડવામાં આવી રહી નથી અને મુખ્યમંત્રીની શાખને બટ્ટો લાગે તેવા પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે.
રિટાર થયેલા કર્મચારીઓ અને અધિકારીઓને એક્ટેન્શન આપવામાં આવી રહ્યા છે. ખાસ કરીને બાંધકામ શાખા, પોલીસ શાખા, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં એક્ટેન્શન પર એક્ટેન્શન આપીને ટેન્શન આપવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી મુજબ રિટાયર થયેલા અધિકારીઓ 40 60 ટકામાં માનવ વેતન પર ફરીથી નોકરી કરી રહ્યા છે. આમ કરીને R&B વિભાગ યુવાનોને નોકરી આપવાની તકોને અભરાઈએ ચઢાવી દઈને ઢેબે મારી રહ્યો છે. સમગ્ર સૌરાષ્ટના 11 જિલ્લાઓમાં પણ ઈન્ચાર્જ ઈજનેરો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જ્યારે બાકીના બે ઝોન મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ આવી જ સ્થિતિ હોવાની માહિતી મળી રહી છે.
એડવાઈઝર તરીકે નિમવામાં આવેલા એસએસ રાઠોડને લાંબા સમય સુધી એક્સટેન્શન આપવા સામે પણ ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. એડવાઈઝર તરીકે એસએસ રાઠોડની કાર્યપદ્વતિ ખાસ્સી એવી વિવાદમાં આવી ગઈ છે.એવા આક્ષેપો થઈ રહ્યા છે કે એડવાઈઝર રાઠોડ પોતાના માનીતા અધિકારીઓ-કર્મચારીઓને સાચવવા માટે ખાલી જગ્યાઓ પર ભરતી કરી રહ્યા નથી. નવી ભરતી કરવામાં નહીં આવતા એડવાઈઝર રાઠોડ ભીંસમાં મૂકાયેલા જોવા મળે છે. એડવાઈઝર રાઠોડ પોતાના માનીતાઓને સાચવવવા માટે અનેક જગ્યાઓ ખાલી રાખે છે અને ઈન્ચાર્જથી કામ ચલાવી રહ્યા છે.
R&B વિભાગમાં સરકાર શા માટે નવી ભરતી કરતી નથ? આની પાછળના કારણો શું…? શું નવી ભરતી કરી રહી નથી કે પછી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો મળી રહ્યા નથી? રાજ્યનાં સેક્રેટરી સાથે શું કોઈ પ્રકારનું મેળાપીપણું ચાલી રહ્યું છે?રિટાયર થયેલા અધિકારીઓ-કર્મચારીઓને સાગમટે એક્સટેન્સન આપવ પાછળ ક્યા પ્રકારની રમત ચાલી રહી છે તેવા પ્રશ્નો હવે વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ સહિત સચિવાલયમાં ચર્ચાસ્પદ બન્યા છે.