IPL ચેમ્પિયન્સ વગર જ ભારત બન્યું ‘વિશ્વ વિજેતા’: સૂર્યાની કેપ્ટનસીમાં ઈતિહાસ!

3 Min Read

IPL ચેમ્પિયન વગર પણ ટીમ ઈન્ડિયા બની વર્લ્ડ વિજેતા: ક્રિકેટના ઈતિહાસમાં બીજી વખત સર્જાયો અનોખો સંયોગ

T20 વર્લ્ડ કપ 2026માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા ખિતાબ પર કબજો જમાવી લીધો છે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટ્રોફી જીતી છે. આ જીતની સાથે જ ભારતે સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

ફાઈનલમાં ભારતનો એકતરફી વિજય

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ભારતની આ મોટી જીતનો હીરો સંજુ સેમસન રહ્યો, જેણે માત્ર 46 બોલમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 89 રનની તોફાની ઇનિંગ રમી હતી. તેની સાથે જ યુવા બેટ્સમેન અભિષેક શર્મા અને ઈશાન કિશને પણ અડધી સદી ફટકારીને કીવી બોલરોની લાઈન-લેન્થ બગાડી નાખી હતી.

- Advertisement -

team1.jpg

કીવી બેટ્સમેનોનું નિરાશાજનક પ્રદર્શન

256 રનના પહાડ જેવા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલિંગ સામે ટકી શકી નહીં. આખી ટીમ 20 ઓવર પણ રમી શકી નહોતી અને માત્ર 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી માત્ર ટિમ સીફર્ટ (અડધી સદી) અને કેપ્ટન મિશેલ સેન્ટનર (43 રન) જ થોડી લડત આપી શક્યા હતા. આ જીત સાથે ભારત પોતાના જ દેશમાં T20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની છે, જ્યારે સૂર્યકુમાર યાદવ ICC ટ્રોફી જીતનાર 5મો ભારતીય કેપ્ટન બન્યો છે.

- Advertisement -

IPL ચેમ્પિયન વગરની ‘ચેમ્પિયન’ ટીમ

આ વર્લ્ડ કપ જીતની સૌથી ચોંકાવનારી વાત એ છે કે વિજેતા ભારતીય ટીમમાં એક પણ એવો ખેલાડી નથી જે હાલની IPL ચેમ્પિયન ટીમનો ભાગ હોય. વર્ષ 2025માં RCB પ્રથમ વખત IPL ટ્રોફી જીતવામાં સફળ રહી હતી, પરંતુ વર્લ્ડ કપની ટીમમાં RCBનો કોઈ ખેલાડી સામેલ નથી. 2008માં IPLની શરૂઆત થયા પછી આ માત્ર બીજી વખત બન્યું છે કે તત્કાલીન IPL વિજેતા ટીમનો એક પણ સભ્ય વર્લ્ડ કપ વિજેતા ટીમમાં ન હોય. અગાઉ 2024માં પણ આવો જ સંયોગ જોવા મળ્યો હતો.

કેપ્ટનશીપનો પણ અનોખો રેકોર્ડ

વધુ એક રસપ્રદ વાત એ છે કે બંને વખત (2024 અને 2026) ભારતીય ટીમની કમાન એવા ખેલાડીના હાથમાં હતી જે IPLમાં કોઈ ટીમના કેપ્ટન નહોતા. 2024માં રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ રમતા હતા, જ્યારે 2026માં સૂર્યકુમાર યાદવ ટીમ ઈન્ડિયાના કેપ્ટન છે પણ IPLમાં તેઓ કેપ્ટન નથી.

team.jpg

- Advertisement -

ટીમમાં મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓનું યોગદાન:

વર્લ્ડ કપ જીતનારી આ ટીમમાં મુંબઈ ઈન્ડિયન્સના 4 ખેલાડીઓનો સમાવેશ થાય છે:

  1. સૂર્યકુમાર યાદવ (કેપ્ટન)
  2. હાર્દિક પંડ્યા
  3. જસપ્રીત બુમરાહ
  4. તિલક વર્મા
Share This Article