વાસ્તવમાં રોમ ઈટાલીની રાજધાની છે પરંતુ તેના સીવાય એક દેશ છે જેની રાજઘાની રોમ કહેવાય છે. આ દેશનું નામ છે વેટિકન સીટી જેને વિશ્વનો સૌથી નાનો દેશ ગણવામાં આવે છે. ઈસાઈ ધર્મના પ્રમુખ સંપ્રદાય રોમન કેથોલિક ચર્ચનું આ કેન્દ્ર છે અને આ ધર્મના સર્વોચ્ચ ધર્મગુરુ પોપનું નિવાસ સ્થાન પણ છે. વાસ્તવમાં વેટિકન સિટી રોમના અંદર જ આવેલ છે. આ માટે રોમ બે દેશની રાજધાની કહેવામાં આવે છે. રોમને સાત પહાડિયોનું નગર, પ્રાચિન વિશ્વની સામગ્રી અને ઈટરનલ સિટી(હોલી સિટી એટલે કે પવિત્ર શહેર) જેવા ઉપનામથી પણ ઓળખવામાં આવે છે.
આ શહેર વર્ષ 1871માં ઈટાલી સામ્રાજ્યની રાજધાની બન્યું હતું અને 1946માં આ ઈટાલી ગણતંત્રની રાજધાની કહેવાયું, પ્રાચિનકાળમાં રોમ એક સામ્રાજ્ય હતું, જેમના સંસ્થાપક અને પહેલા રાજા રોમ્યુલસ હતા. માનવામાં આવે છે કે તેમના જ નામ પર રોમનું નામ કરણ કરવામા આવ્યું છે. રોમ્યુલસનો એક જુડવા ભાઈ પણ હતો જેમનું નામ રેમુસ હતું અને ત્યારથી કહેવામાં આવે છે કે તેમને માદા ભેડિયાએ પાળ્યો હતો. માનવામાં આવે છે કે ઈમારતો બનાવવા માટે વિશ્વ સૌ પ્રથમ કોંક્રિટનો ઉપચોગ 2100 વર્ષ પહેલા રોમના રહેવાશી યાની રોમન લોકોએ કર્યો હતો.