અમદાવાદ, 18 જૂન 2020
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં આશા વર્કર બહેનોને થર્મલ ચેકીંગનું ઈન્સ્ટ્રુમેન્ટ તથા પલ્સ ઓક્સિમીટર અપાયા છે. એટલે જ 600 થી 1000 જેટલા ટેસ્ટ પૈકી માત્ર 20 થી 25 કેસ પોઝીટીવ જણાય છે. સાથે સાથે જિલ્લામાં નાના બાળકો, સગર્ભા માતાઓ અને વયો વૃધ્ધ લોકોને રિવર્સ ક્વોરન્ટાઈન કરાયા હોવાથી કેસનું પોઝીટીવ પ્રમાણ ઘણું ઘટાડી શકાયું છે.
જિલ્લામાં વધુ કેસ ધરાવતા તાલુકાઓમાં 6 સ્થળોએ સેમ્પલ કલેક્શન બુથ કાર્યરત કરાયા છે.
ઓક્સિમીટરમાં 93થી નીચે પ્રમાણ જણાય તેવા કિસ્સામાં લોકોને નજીકના પ્રાથમિક કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રીફર કરાય છે. લક્ષણો જણાય તેવા લોકોનો કોવિડ ટેસ્ટ કરીને વાયરલ લોડ પ્રમાણે કોવિડ કેર સેન્ટર, ક્રિટિકલ આઈ.સી.યુ અથવા હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. 17થી 24 હાઈ વાયરલ લોડ, 25 થી 30 સિમ્પ્ટોમેટિક અને 31 થી 35 વાળા એસિમ્પ્ટોમેટિકની કક્ષામાં વહેંચીને હાઇ વાયરલ લોડ વાળા દર્દીઓને કોવિડ ડેઝીગ્નેટેડ હોસ્પિટલમાં દાખલ કરી સારવાર કરવામાં આવે છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ કોવોડ કેર સ ન્ટરમાં તથા લક્ષણો ન ધરાવતા હોય પણ પોઝીટીવ જણાતા લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવે છે.
તેમ અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.