કોલક ગામની ૨૦ વર્ષીય મહિલા અને વાપી-ગોદાલનગરના પ૦ વર્ષીય પુરુષને ડિસ્ચાર્જ કરાયા
વલસાડઃ તા.૨૧: વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.૨૧/૬/૨૦૨૦ ના રોજ કોવિડ-૧૯ના નવા પાંચ કેસો નોંધાતા આજદિન સુધીમાં નોંધાયેલા કુલ કેસોની સંખ્યા ૬૯ થઇ છે. નોંધાયેલા પોઝીટીવ કેસો પૈકી ૪૭ દર્દીઓ સાજા થયા છે અને ત્રણ વ્યક્તિના મરણ થયાં છે. જિલ્લામાં આજદિન સુધી ૪૮૨૧ સેમ્પલ લેવાયા છે, જે પૈકી ૪૭પ૨ સેમ્પલ નેગેટીવ અને ૬૯ સેમ્પલ પોઝીટીવ આવ્યા છે. પારડી તાલુકાના કોલક ગામની ૨૦ વર્ષીય મહિલા અને વાપી-ગોદાલનગરના પ૦ વર્ષીય પુરુષ મળી કુલ બે વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરાયા છે.
આજે નોંધાયેલા પાંચ કોવિડ-૧૯ પોઝીટીવ કેસોમાં પારડી નગરપાલિકા વિસ્તારના ૩પ વર્ષીય પુરુષ, વાપી ટાઉન સુથારવાડના ૬૭ વર્ષીય પુરુષ અને ૬૦ વર્ષીય મહિલા, ઉમરગામ તાલુકાના સંજાણ ગામની ૪૮ વર્ષીયસ્ત્રી તેમજ ધરમપુર તાલુકાના ઉકતા ગામના ૨૬ વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.
તા.૨૧/૬/૨૦ સુધીમાં ૧૦૪ હેલ્પલાઇન ઉપર ૧૧પ, જિલ્લા કક્ષાના કમાન્ડ કંટ્રોલરૂમ ઉપર ૩૪૭૯ અને ૧૦૮ ઉપર ૫૧૭ વ્તિઓએ હેલ્પલાઇનનો ઉપયોગ કર્યો છે, જેમને સારવાર સહિતની જરૂરી જાણકારી આપવામાં આવી છે. આજની તારીખે જિલ્લામાં ૨૩૦૬ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઇન, ૭૦ સરકારી ફેસીલીટીમાં અને ૩૦ પ્રાઇવેટ ફેસીલીટીમાં મળી કુલ ૨૪૦૬ વ્યક્તિઓ કોરોન્ટાઇનમાં હોવાનું વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવાયું છે.


SATYA DESK
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.