સુરત : સુરત માં એક ચકચાર મચાવનારો કિસ્સો સામે આવ્યો છે..ચાલતી ટ્રેનમાં જ એક 32 વર્ષીય મહિલા પર બળાત્કારની ઘટના બનતા સૌ કોઈ અચમબામાં પડી ગયા છે અને મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉઠાવી રહયા છે.ટ્રેનના પેન્ટ્રી વિભાગમાં ફરજ બજાવતા શખ્સે મહિલાને સારી બેઠક વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપી જનરલ ડબ્બામાંથી પેન્ટ્રી વિભાગમાં બોલાવી હતી ,જ્યાં તેની પર દુષ્કર્મ ગુજરવામાં આવ્યો હોવાની ફરિયાદ સુરત રેલવે પોલીસ માં નોંધાઇ છે.
બાંદ્રા થી નીકળેલી અરવલ્લી એક્સપ્રેસ ટ્રેનમાં એક 32 વર્ષીય મહિલા પોતાની બેનપણી સાથે જયપુર જવા નીકળી હતી.તારીખ 9 મી ના રોજ મહિલા ટ્રેનના જનરલ ડબ્બામાં બેસી હતી.ત્યારબાદ તારીખ 10 મીની મોડી રાત્રે ટ્રેન સુરત રેલવે સ્ટેશન આવી પોહચી હતી.જનરલ ડબ્બો પેસેન્જરોથી ભરાયેલ હોય ,મહિલા પોતાની બેનપણીને મૂકી અન્ય ડબ્બામાં જગ્યા ગોતવા ગઈ હતી.જ્યા ટ્રેનના પેન્ટ્રી વીભાગમાં ફરજ બજાવતા અઝહર નામના શખ્સે ટીટી જોડે વાત થઈ ગઈ છે તમને સીટ મળી જશે તેવી વાત જણાવી હતી.અને બાદમાં ટીટી પેન્ટ્રી વિભાગમાં બેઠા છે કહી અંદર બોલાવી લીધી હતી.જો કે તે સમય દરમ્યાન ટ્રેન ચાલુ થઇ ગઇ હતી અને વાસનાલોલુપ શખ્સે બોગીનો દરવાજો બંધ કરી દુષ્કર્મ આચર્યું હતું…મહિલા કઈ બોલે કે ચીસો પાડે તે પહેલા હવસખોર શખ્સે મહિલાને જાનથી મારી નાખવા તેમજ ચાલુ ટ્રેનમાંથી બહાર ફેંકી દેવાની ધમકી આપી પોતાની હવસ સંતોષી હતી.જ્યા બાદમાં જયપુર ખાતે ટ્રેન સ્ટોપ થઈ હતી અને મહિલાએ જયપુર રેલવે પોલીસને તમામ હકીકત જણાવી હતી. જયપુર પોલીસ દ્વારા 0 નંબરથી ફરિયાદ દાખલ કરી કેસ સુરત રેલવે પોલીસને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસ દ્વારા પીડિત મહિલાના નિવેદન લઈ નરાધમ સામે બળાત્કાર નો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે….
સુરત રેલવે સ્ટેશન થી ઉપડેલી ચાલુ ટ્રેનમાં નરાધમ દ્વારા મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યો છે. જેને લઈ ટ્રેનમાં મુસાફરી કરતી અન્ય મહિલાઓની સુરક્ષા સામે સવાલ ઉભા થયા છે. જો કે રેલવે પોલીસ આવા વાસનાલોલુપ શખ્સને ઝડપી પાડી કડકથી કડક સજા કરાવે તેવી લોકમાંગ પણ ઉઠી રહી છે. તો બીજી તરફ મહિલા પર દુષ્કર્મ આચરનાર શખ્સે અગાઉ પણ આવા કોઈ કાંડ કર્યા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે આરોપીની શોધખોળ સાથે આગળની તપાસ હાથ ધરી છે.