ગ્લોબલ વોર્મિંગને લીધે દુનિયામાં ધ્રુવીય પ્રદેશોમાં ગ્લેસિઅર પીગળ્યા હોવાના સમાચાર વારંવાર આપણી સામે આવતા રહે છે. ખાસ કરીને ગરમીના દિવસોમાં વધારે ગ્લેસિઅર પીગળે છે. નોર્થર્ન ઇટલીમાં પ્રેસેના ગ્લેસિઅરમાં વર્ષ 1993 થી લઈને અત્યાર સુધી હિમપ્રદેશનો કુલ એક તૃતીયાંશ જેટલો ભાગ પીગળી ગયો છે. ગરમીમાં વધારે બરફના પીગળે આથી તેની પર સફેદ ચાદર પાથરી દેવામાં આવી છે, જે સૂર્યપ્રકાશને બ્લોક કરે છે.
દર વર્ષે સ્કીની સિઝન પૂરી થઇ ગયા બાદ અહિ વ્હાઈટ શીટ પાથરવાનું કામ કરવામાં આવે છે. ગ્લેસિઅર પર શીટ પાથરવાનું કામ કોરોસેલો-તોનેલ કંપની કરે છે. 34 વર્ષીય ડેવિડે કહ્યું કે, આ એરિયામાં સતત ગ્લેસિઅર પીગળી રહ્યો છે. આથી અમે શક્ય હોય તેટલો ભાગ વ્હાઈટ શીટથી ઢાંકી રહ્યા છીએ. શીટ ઓસ્ટ્રેલિયાની કંપની બનાવે છે પ્રેસેના ગ્લેસિઅર પર તેને પાથરતા 6 અઠવાડિયાં લાગે છે અને તે કાઢતા પણ બીજા 6 અઠવાડિયાં લાગે છે.