અમદાવાદ. ગુજરાત ATS (એટીએસ) એ 50 જેટલા હથિયારના કેસમાં પકડેલા 9 આરોપીઓ પૈકી 3 આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. આ ત્રણેય આરોપીને જમાલપુરની અલ શિફા હોસ્પિટલમાં ખસેડવા વકીલે ગુજરાત એટીએસને રજૂઆત કરી છે. આ સાથે જ ગુજરાત એટીએસ અને હાજર તમામ પત્રકારોને હોમ ક્વોરેન્ટીન થવાની સૂચના આપવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, હથિયારો સાથે ઝડપાયેલા તમામ 9 આરોપીઓના કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા. જે પૈકી વાહીદ, ઇમરાન અને નઈમ નામના આરોપીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.