સબ્સ્ક્રિપ્શન અછત નહોતી, તો પછી લિસ્ટિંગ કેમ નબળી?
લક્ઝરી દારૂના આયાત અને વિતરણનો વ્યવસાય કરતી મોનિકા અલ્કોબેવ લિમિટેડના શેરો 23 જુલાઈએ BSEના SME પ્લેટફોર્મ પર લિસ્ટ થયા. IPO પ્રાઈસ બૅન્ડ રૂ. 286 સામે શેર માત્ર રૂ. 288 પર લિસ્ટ થયો, એટલે કે માત્ર 0.7%નો લિસ્ટિંગ ગેઇન જોવા મળ્યો.
આ IPO 16 થી 18 જુલાઈ સુધી ખુલ્યો હતો, અને શેયર અલોટમેન્ટ 21 જુલાઈએ થયો હતો. કુલ ઇશ્યુ સાઈઝ ₹165.63 કરોડનો હતો. તેમાં ₹137.03 કરોડના 47.91 લાખ નવા શેર અને ₹28.60 કરોડના 10 લાખ OFS શેર સમાવિષ્ટ હતા.
IPO પહેલા ગ્રે માર્કેટ પ્રીમિયમ (GMP) પણ શૂન્ય જ રહ્યું. એટલે રોકાણકારો માટે ખાસ કોઇ લિસ્ટિંગ લાભની શક્યતા જ ન હતી.
જો વાત કરીએ સબ્સ્ક્રિપ્શનની, તો IPO ને કુલ 4.08 ગણા સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. જેમાં
રિટેલ કેટેગરીમાંથી: 2.92 ગણું,
QIBથી: 2.54 ગણું,
અને NII તરફથી સૌથી વધુ 8.86 ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું.
બુક-રનિંગ લીડ મેનેજર તરીકે મારવાડી ચંદરાણા ઇન્ટરમિડિયરીઝ હતા અને રજિસ્ટ્રાર તરીકે MUFG ઇન્ટાઇમ ઇન્ડિયા.