પાર્ટનર સાથે સેક્સ એન્જોય કરવું એ સાહજિક પ્રક્રિયા છે અને તેમાં આનંદની અનુભૂતિ અવશ્ય થાય છે. જો આ અનુભવ સુખદ ત્યાં સુધી જ હોય છે જ્યાં સુધી સમાગમ પછી તમને યૂરિનરી ટ્રેક ઇન્ફેક્શન (uti) કે સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (std) જેવી કોઈ બીમારી ના થઇ જાય.
પાણી પીવાનું ભૂલશો નહીં
સેક્સ પણ એક પ્રકારની એક્સર્સાઈઝ હોવાથી એમાં ઘણી કેલરી બર્ન થાય છે. તેથી સેક્સ કર્યાં પછી શરીરને હાઈડ્રેશનની બહુ જરૂર હોય છે તેથી હાઈડ્રેશનને જાળવી રાખવા માટે પોસ્ટ સેક્સ એક ગ્લાસ પાણી પીવું જોઈએ. આનાથી શરીરમાં રહેલા બેક્ટેરિયા બહાર નીકળી શકશે.
સેક્સને બનાવો હેલ્ધી
તેથી સેક્સને સેફ બનાવવાની સાથે હેલ્ધી બનાવવું પણ જરૂરી છે. સેફ સેક્સ માટે તો લોકો કોન્ડોમ વાપરે છે પણ એના સિવાય પણ કેટલીક વસ્તુઓ છે જેને અવગણી શકાય નહીં. ઇન્ટરકોર્સ પત્યાં પછી ભલે થોડીવાર પાર્ટનર સાથે ટાઈમ સ્પેન્ડ જરૂર કરો અને રિલેક્સ થાવ. પરંતુ થોડાં રિલેક્સસેશન પછી વૉશરૂમમાં જઇને યૂરિન પાસ કરવાનું ભૂલશો નહીં. આમ કરવાનું કારણ એ છે કે ઇન્ટરકોર્સ દરમિયાન જો કોઈ બેક્ટેરિયા તમારા પ્રાઈવેટ પાર્ટના સંપર્કમાં આવી ગયા હોય તો તેને શરીરમાં પ્રવેશતાં રોકી શકાય. સ્ત્રીઓમાં યૂટીઆઈનું જોખમ વધારે હોવાથી સેક્સ પછી યૂરિન પાસ કરવું પુરુષો કરતાં સ્ત્રીઓ માટે વધારે જરૂરી છે.
હેન્ડવૉશ કરો
આમ તો મોટાભાગના લોકો વૉશરૂમ જઈને આવ્યાં પછી પણ સારી રીતે હેન્ડવૉશ કરવાના રૂલને ફોલો કરે છે. એ જ રીતે સેક્સ પછી પણ સાબુ અને પાણીથી હાથ બરાબર સાફ કરવાને તમારા રૂટિનનો ભાગ બનાવી લો. સેક્સ દરમિયાન શક્ય છે કે પાર્ટનરની બૉડી ખાસ કરીને જિનેટલ્સના એરિયાના જર્મ્સ નીકળીને તમારા હાથમાં ચોંટી ગયા હોય. આવામાં હેન્ડવૉશ ના કરો તો ઇન્ફેક્શન થવાના ચાન્સિસ ઘણાં વધી જાય છે.