નવી દિલ્હી : Google (ગૂગલ) Apple AirDrop (એપલ એરડ્રોપ)ની જેમ ફાઈલ શેરિંગ ફીચર Nearby Share (નિયર બાય શેર) લાવી રહ્યું છે. ગયા વર્ષથી આ સમાચાર આવી રહ્યા છે કે કંપની તેના પર કામ કરી રહી છે. હવે એક નવા અહેવાલમાં બહાર આવ્યું છે કે, આ સુવિધા એરડ્રોપ કરતા પણ વધુ સચોટ અને સારી બનાવવાની તૈયારીમાં છે.
નોંધપાત્ર રીતે, એપલ એરડ્રોપ એક પ્રકારની ફાઇલ શેરિંગ સુવિધા છે જે macOS અને iOSમાં કાર્ય કરે છે.
કોઈપણ ફોટો, વિડીયો અથવા ફાઇલને સીધા જ એપલના ડિવાઇસમાં શેર કરી શકાય છે. આ માટે કોઈએ કોઈ તૃતીય પક્ષ એપ્લિકેશન પર નિર્ભર રહેવાની જરૂર નથી.
સામાન્ય રીતે, Android વપરાશકર્તાઓએ ફોટા અથવા ફાઇલ સ્થાનાંતરણ માટે વાઇફાઇ આધારિત એપ્લિકેશનોનો આશરો લેવો પડે છે, કારણ કે હવે બ્લૂટૂથથી ફાઇલોને વહેંચવામાં સમય લાગે છે. Apple પાસે આ સુવિધા ખૂબ પહેલાથી છે અને તે અન્ય તૃતીય પક્ષ Android એપ્લિકેશન્સ કરતા પણ ઝડપી છે.