મુંબઈ : દિગ્ગ્જ પ્લેબેક સિંગર સોનુ નિગમે તેના એક વીડિયોમાં ટી સીરીઝના માલિક ભૂષણ કુમારને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીનો માફિયા ગણાવ્યો હતો. તેમજ તેમની સાથે પંગો ન લેવા ચેતવણી આપી હતી. હવે આ અંગે ભૂષણ કુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારની પ્રતિક્રિયા પ્રકાશમાં આવી છે. દિવ્યાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં સોનુ નિગમ વિશે ઘણી વાતો લખી છે અને તેને ‘થેન્કલેસ’ વ્યક્તિ કહ્યો છે.
દિવ્યાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં લખ્યું, “આજે બધું જ તેના પર નિર્ભર છે કે કોણ સારું અભિયાન ચલાવી શકે છે. હું એ પણ જોઉં છું કે લોકો તેમના જોરદાર ઝુંબેશ દ્વારા જુઠ્ઠાણા અને છેતરપિંડી કેવી રીતે વેચે છે. સોનુ નિગમ જેવા લોકો જાણે છે કે તમારે લોકોના મગજ સાથે રમવાનું છે. ભગવાન જ અમારી કાયનાત બચાવે.” દિવ્યાએ તેની ઇન્સ્ટા સ્ટોરીમાં શું લખું તેની તસવીરો નીચે છે.