નવી દિલ્હી : અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ ડીલ (વેપાર સોદો) હજુ સુધી રદ કરવામાં આવી નથી. આ માહિતી ખુદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા અને ચીન વચ્ચેની ડીલ અકબંધ છે. આ સમાચારોને કારણે ભારતીય શેરબજારમાં વધારો થયો છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 150 પોઇન્ટ સુધી મજબૂત થઈ ગયો અને તે 35 હજારના આંકડાને પાર કરી ગયો. એ જ રીતે, નિફ્ટી પણ લગભગ 50 પોઇન્ટ વધીને 10,350 પોઇન્ટ સુધી પહોંચી ગયો છે.
વેપાર ડીલ રદ કરવાના સમાચાર હતા
આ અગાઉ અમેરિકામાં વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નેવેરો દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ ડીલ સમાપ્ત થઈ ગઈ છે. તેણે આ ડીલ સમાપ્ત કરવા પાછળનું મુખ્ય કારણ કોરોના વાયરસને ગણાવ્યું હતું. આ સમાચારોને કારણે અમેરિકા સહિત વિશ્વભરના શેર માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો હતો, જોકે પાછળથી રિકવરી પણ આવી હતી.