[one_third]તમે ૫૦૦ની નવી નોટ ધ્યાનથી જોશો તો નોટના સિરીયલ નંબરના શરૃઆતના ૩ આંકડાઓ પછી એક નાનકડી ખાલી જગ્યા દેખાશે જેના પછી ૬ આંકડાઓ લખવામાં આવ્યા છે. આ ખાલી જગ્યાના બેકગ્રાઉન્ડમાં ધ્યાનથી જોશો તો તેમાં ઈનસેટ લેટર એ લખવામાં આવ્યો છે. જેના આધારે નોટ અસલી છે કે નહીં તે ઓળખી શકાશે.[/one_third]
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ૫૦૦ રૃપિયાના દરની નવી નોટ જાહેર કરી છે. જોકે આ સાથે જ અત્યારે ચલણમાં રહેલી નોટો પણ ચલણમાં યથાવત રહેશે. નવી ૫૦૦ની નોટ પણ મહાત્મા ગાંધી સીરીઝની છે. જેમાં ઈનસેટમાં અંગ્રેજી કેપિટલ અક્ષર એ લખવામાં આવ્યો છે. આ નવી નોટ પર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલના હસ્તાક્ષર બન્ને નંબર પેનલ પર કરવામાં આવેલા છે. નવી નોટમાં ઈનસેટ એ ઉપરાંત નવી ખાસ વાત એ છે કે, તેમાં પ્રિન્ટિંગ વર્ષ ૨૦૧૭ લખવામાં આવેલ છે.
નોટના બાકીના ફીચર્સ ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત બાદ ચલણમાં મુકવામાં આવેલ ૫૦૦ની નવી નોટ જેવા જ રહેશે. આ પહેલા નોટબંધી બાદ જાહેર કરવામાં આવેલ ૫૦૦ની નોટમાં ઈનસેટ લેટર ઈ લખવામાં આવ્યો હતો.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એક પ્રેસ રીલીઝ જાહેર કરતા જણાવ્યુ છે કે, આ નવી નોટ ચલણમાં મુકવા છતા અત્યારે ચલણમાં અમલી ૫૦૦ની નોટ પણ યથાવત રહેશે. આ પરિવર્તન માત્ર ૫૦૦ની નોટમાં જ કરવામાં આવ્યુ છે. ૨૦૦૦ની નોટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.