મુંબઈ : ગયા વર્ષે અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ રિલીઝ થઈ હતી. ફિલ્મે બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મ દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ સિવાય આ ફિલ્મનું મ્યુઝિક પણ પ્રેક્ષકોને ખૂબ જ પસંદ આવ્યું હતું, ખાસ કરીને ફિલ્મનું ‘તેરી મીટ્ટી’ ગીત આજે પણ શ્રોતાઓમાં લોકપ્રિય છે. આ સોન્ગ બી પ્રાક દ્વારા ગાવામાં આવ્યું હતું અને આ ગીતના શબ્દો મનોજ મુન્તશીરે લખ્યા છે.
તાજેતરમાં જ દિલ્હીના એક પોલીસ જવાને આ ગીત ગાયું હતું અને અક્ષય કુમારે પણ તેના અવાજની પ્રશંસા કરી હતી. આ પોલીસકર્મીનું નામ રજત છે અને તે અક્ષય કુમારનો ચાહક પણ છે. તેણે ‘તેરી મીટ્ટી’ ગીત ગાયું અને ટ્વિટર પર તેનો વીડિયો અપલોડ કર્યો. તેમણે આ ટ્વીટમાં લખ્યું છે – તેરી મીટ્ટી. તે મારા માટે માત્ર એક ગીત નથી, પરંતુ ભાવના છે. મારો પ્રથમ વાયરલ વિડીયો. મને આ વિડીયો પર ઘણી પ્રશંસા મળી છે. પણ હું હજી અક્ષયકુમાર સરના પ્રતિસાદની રાહ જોઈ રહ્યો છું.
Teri Mitti is a song which always gives me goosebumps, no matter how many times I hear it, this time was no different ♥️ Thank you Rajat ji for sharing. #CopThatSings 🙂 https://t.co/JTmy6qiSjs pic.twitter.com/FymUgo7u4U
— Akshay Kumar (@akshaykumar) June 23, 2020
અક્ષયે પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી હતી અને તેના અવાજની પ્રશંસા કરી હતી. અક્ષયે માત્ર મેસેજ જ નહીં પરંતુ એક વીડિયો પણ પોસ્ટ કર્યો અને તેણે પોતાના ટ્વિટમાં લખ્યું – “તેરી મીટ્ટી એવું ગીત છે કે જ્યારે પણ હું સાંભળીશ ત્યારે મારા રૂંવાડા ઉભા થઈ જાય છે.” આ તે જ સમયે બન્યું. વીડિયો શેર કરવા બદલ રજતજીનો આભાર.