કોરોનાની દવા ‘કોરોનિલ’ બનાવવાનો દાવો કરનારી પતંજલિને મુશ્કેલીઓ વધી રહી છે. રાજસ્થાન સરકારે બાબા રામદેવ વિરુદ્ધ કેસ નોંધવાની વાત કરી છે, તેથી હવે ઉત્તરાખંડ સરકાર પણ પતંજલિને નોટિસ મોકલવાની તૈયારી કરી રહી છે. ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગ એવી નોટિસ પાઠવી પૂછશે કે, દવા લોન્ચ કરવાની પરવાનગી ક્યાંથી મળી ?
ઉત્તરાખંડ આયુર્વેદ વિભાગના લાઇસન્સ અધિકારી કહે છે કે, અમે પતંજલિની અરજી પર લાઇસન્સ જારી કર્યું છે. આ એપ્લિકેશનમાં ક્યાંય પણ કોરોના વાયરસનો ઉલ્લેખ નથી. એવું કહેવામાં આવતું હતું કે, અમે રોગપ્રતિકારક શક્તિ વધારવા, કફ અને તાવની દવાઓ બનાવવા માટે લાઇસન્સ લઈ રહ્યા છીએ. વિભાગ તરફથી પતંજલિને નોટિસ પાઠવવામાં આવી છે.
આ અગાઉ રાજસ્થાન સરકારે બાબા રામદેવના કોરોનાની દવા કોરોનિલ શોધવાના દાવાને ફ્રોડ ગણાવ્યો છે. રાજસ્થાન સરકારના આરોગ્ય પ્રધાન રઘુ શર્મા કહે છે કે, રોગચાળાના સમય દરમિયાન બાબા રામદેવે આ રીતે કોરોના દવાઓ વેચવાનો પ્રયત્ન કર્યો છે, જે સારી વાત નથી.
આરોગ્ય પ્રધાન રઘુ શર્માએ જણાવ્યું હતું કે આયુષ મંત્રાલયની ગેઝેટ સૂચના મુજબ બાબા રામદેવે આઇસીએમઆર અને રાજસ્થાન સરકારની કોઈ પણ કોરોના આયુર્વેદની દવાના ટ્રાયલ માટે પરવાનગી લેવી જોઈતી હતી, પરંતુ મંજૂરી વિના અને કોઈ માપદંડ વિના ટ્રાયલનો દાવો કર્યો હતો. જે ખોટું છે.