નવી દિલ્હી : વનપ્લસ 2 જુલાઈના રોજ ભારતમાં સસ્તુ સ્માર્ટ ટીવી લોન્ચ કરશે. આજથી કંપનીએ આ માટે પ્રી બુકિંગ લેવાનું શરૂ કર્યું છે. પ્રી બુકિંગ પર ગ્રાહકોને કેશબેક ઓફર્સ પણ આપવામાં આવશે.
ઇ-કોમર્સ વેબસાઇટ એમેઝોન ઇન્ડિયા પર પ્રી બુકિંગ થઈ શકે છે. નોંધનીય છે કે વર્તમાન વનપ્લસ સ્માર્ટ ટીવી પ્રીમિયમ કેટેગરીમાં આવે છે અને તે મોંઘા પણ છે.
શાઓમી, રિયલમી, ટીસીએલ અને વુ જેવી કંપનીઓ હવે ભારતમાં સસ્તા સ્માર્ટ ટીવી વેચી રહી છે, તેથી વનપ્લસ પણ આ સેગમેન્ટમાં પ્રવેશવા તૈયાર છે. તેનું વેચાણ 2 જુલાઈથી શરૂ થશે.
વનપ્લસના આગામી સ્માર્ટ ટીવી સાથે મળી રહેલી ઓફર્સ વિશે વાત કરતાં, બુકિંગ કરાવનાર કસ્ટમરને 1000 રૂપિયામાં 2 વર્ષની વિસ્તૃત વોરંટી મળશે. કંપનીએ કહ્યું છે કે, તેની વેલ્યુ 3,000 રૂપિયાની છે.