નવી દિલ્હી : સીરિયલ ‘દિયા ઓર બાતી હમ’માં સંધ્યાની ભૂમિકામાં નજર આવી ચૂકેલી અભિનેત્રી દીપિકા સિંહ ગોયલ ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે તેની માતા કોરોના પોઝિટિવ હોવાની માહિતી આપી હતી. દીપિકાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અપીલ કરી હતી કે તેણીની માતા માટે હોસ્પિટલમાં પલંગની વ્યવસ્થા કરવામાં આવે.
દીપિકાની માતા કોરોનાથી સ્વસ્થ થઈ ઘરે પરત આવી
હવે ગુડન્યુઝ એ છે કે, દીપિકાની માતા કોરોનાથી સ્વસ્થ થઈ ગઈ છે. દીપિકાએ આ માહિતી તેના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. તેમજ અભિનેત્રીએ મુખ્યમંત્રી કેજરીવાલનો આભાર માન્યો છે. દીપિકાએ ટ્વિટ કરીને લખ્યું- જેઓ મારી માતા માટે પ્રાર્થના કરે છે તેમનો હૃદયપૂર્વક આભાર. મારી માતા હવે ઘરે પરત આવી છે અને તે સુરક્ષિત છે. આ સમયે જેણે મને ટેકો આપ્યો તે માટે હું તેમની આભારી રહીશ. દિલથી આભાર આ ટ્વીટમાં દીપિકાએ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદીયોને ટેગ કર્યા છે.
https://twitter.com/deepikasingh150/status/1275725345661075456