મુંબઈ : ટી સીરીઝે બુધવારે (24 જૂન) તેની યુટ્યુબ ચેનલ પરથી પાકિસ્તાની ગાયક આતિફ અસલમના ગીતને દૂર કર્યું છે. રાજકીય પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના વિરોધ બાદ મ્યુઝિક કંપનીએ આ નિર્ણય લીધો છે. શનિવારે ટી-સીરીઝે તેની યુટ્યુબ ચેનલ પર ફિલ્મ મરજાવાનું ગીત ‘કિન્ના સોના’ નું આતિફ અસલમવાળું સંસ્કરણ રિલીઝ કર્યું હતું.
જો કે, આ પછી, મનસેની ચિત્રપટ સેનાના પ્રમુખ અમેય ખોપકરે નિર્માણ ગૃહને ચેતવણી આપી છે કે, જો વિડીયો દૂર નહીં કરવામાં આવે તો મોટી કાર્યવાહી કરશે. મનસેના વડા રાજ ઠાકરેના નામે લખેલા પત્રમાં ટી-સિરીઝે તેના ખુલાસામાં જણાવ્યું છે કે આ ગીત ભૂલથી યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યું હતું.
WARNING TO TSERIES
Take down Pakistani singer Atif-Aslam song from your TSeries youtube channel immediately else we will take a major action against @TSeries. #TakeDownAtifAslamSong @itsbhushankumar @mnsadhikrut @rajupatilmanase— Ameya Khopkar (@MNSAmeyaKhopkar) June 23, 2020