અમેરિકા વિરુદ્ધ ખુલ્લેઆમ પાકિસ્તાન માં બળાપો જોવા મળી રહ્યો છે તેના તાજા ઉદાહરણ માં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશની સંસદમાં આપેલા વિવાદાસ્પદ નિવેદને વિશ્વભરમાં માં ચકચાર મચાવી દીધી છે. ઈમરાન ખાને આતંકી સંગઠન અલ-કાયદના સ્થાપક ઓસામા બિન લાદેનને ‘શહીદ’ ગણાવી સંસદ માં લેક્ચર આપતા વિવાદ થયો છે. ખાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાન ને આતંકવાદીઓને શરણ આપવા બદલ FATFએ ગ્રે લિસ્ટમાં યથાવત રાખ્યું છે. ઈસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાને અલ-કાયદાના સર્વેસર્વા ઓસામા બિન લાદેનને સંસદમાં શહિદ તો ગણાવી જણાવ્યું કે, પાકિસ્તાને આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં અમેરિકાને સાથ આપી ભૂલ કરી છે.
ઈમરાન ખાને ઉમેર્યું કે અમેરિકી સૈન્યએ પાકિસ્તાનમાં ઘુસીને લાદેનને ‘શહિદ’ કરી નાખ્યો અને પાકિસ્તાન જાણ સુદ્ધા ના કરી. આ ઘટના બાદ દુનિયા આખીમાં પાકિસ્તાનની ભારે બદનામી કરવામાં આવી.
ખાને કહ્યું હતું કે, પાકિસ્તાને અમેરિકાની આતંકવાદ વિરોધી લડાઈમાં સાથ આપ્યો અને પોતાના 70 હજાર જવાનો ગુમાવ્યા. પરિણામે જે લોકો પાકિસ્તાનની બહાર રહેતા હતા તેમને પણ અપમાનિત થવાનો વારો આવ્યો. 2010માં પાકિસ્તાનમાં ડ્રોન હુમલા થયા અને તત્કાલીન સરકારે માત્ર નિંદા કર્યે રાખી. ઈમરાને ઉમેર્યું હતું કે, જ્યારે અમેરિકાના એડમિરલ મલનને પુછવામાં આવ્યું કે પાકિસ્તાન પર ડ્રોન હુમાલ કેમ કરવામાં આવી રહ્યાં છે?તો તેમણે કહ્યું હતું કે, સરકારની મંજુરી બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ઈમરાન ખાનના આ નિવેદન બાદ અમેરિકા માં તેના પ્રત્યાઘાતો પડવાની શક્યતા છે.
ઈમરાન ખાન ઓસામાને લઈને અગાઉ પણ તેઓ માનભર્યું વલણ અપનાવી ચુક્યા છે. તેઓ ઘણા પ્રસંગે ઓસામાને આતંકી માનવાનો જ ઈનકાર કરી ચુક્યા છે. તે તાલિબાની આતંકવાદીઓને ભાઈ જેવા ગણાવી ચુક્યા છે. આમ ઈમરાનખાન ના આ પ્રકારના નિવેદન ને લઈ તેઓનું આતંકવાદી સપોર્ટ નું વલણ ખુલ્લુ પડી ગયું છે.