નવી દિલ્હી : મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કમલનાથના બનેવી દીપક પુરી અને ભત્રીજા રતુલ પુરીની સમસ્યાઓ ઓછી થતી નથી. હકીકતમાં 26 જૂન, શુક્રવારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ રતુલ પુરી અને તેના પિતા દીપક પુરીના દિલ્હી અને નોઈડા સ્થિત સ્થળો પર તપાસ હાથ ધરી છે. આ શોધ 787 કરોડથી વધુના બેંક ફ્રોડ કેસમાં કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે પંજાબ નેશનલ બેંક (પીએનબી) બેંકે મોઝર બેર સોલર લિમિટેડ (એમબીએસએલ) અને કંપનીના પ્રમોટર્સ – દિપક અને રતુલ પુરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહત્વની વાત એ છે કે રતુલ પુરી પણ વીવીઆઈપી અગસ્તા વેસ્ટલેન્ડ કેસના કેન્દ્રમાં છે.