લદાખ : કોરોનાના કહેર વચ્ચે દેશના વિવિધ ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયાના સમાચાર આવી રહ્યા છે. 26 જૂન, શુક્રવારે બપોરે 3 વાગ્યા આસપાસ જ્યાં દિલ્હી – એનસીઆર અને હરિયાણાના રોહતક અને આજુબાજુના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, ત્યાં મોડી સાંજે, લદાખમાં પણ 4.5ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. આ સાથે જ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
શુક્રવારે રાત્રે 8.15 કલાકે લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર લદાખમાં જ નોંધાયું હતું. ભૂકંપના આંચકા જમીનની 25 કિ.મી.ની ઊંડાઈથી અનુભવાયા હતા. લદ્દાખમાં ભૂકંપની તીવ્રતા 4.5 નોંધાઈ હતી.