ફ્રાન્સની મૂળ ડાન્સર ટીચર અને કોરિયોગ્રાફર મહિમા ખાનુમે રોના સામે કેવી રીતે રક્ષણ કરવું તેની પદ્ધતિઓને નૃત્ય મુદ્રાઓ દ્વારા સુંદર રીતે રજૂ કરી છે. મહિમાએ ઓડિસી નૃત્યની મુદ્રાથી કોરોનાથી બચવા માટે રાખવામાં આવતી સાવધાનીઓને અનોખી રીતે સમજાવી છે. મહિમા ઈન્ડિયન ડાન્સ કલ્ચરને પ્રોત્સાહિત આપતી સંસ્થા લિઝ આર્ટ્સ મીડિયાની ડાયરેક્ટર છે. પેરિસમાં રહીને ભારતીય શાસ્ત્રીય નૃત્યોને પ્રોત્સાહન આપતી મહિમા કહે છે- ડાન્સ એક સુંદર ભાષા છે. તેમાં વિવિધ મુદ્રાઓનો ઉપયોગ કરીને તમે તમારી વાતને સારી રીતે અભિવ્યક્ત કરી શકાય છે.
ફ્રાન્સમાં જન્મેલી મહિમાની માતા ફ્રેન્ચ અને પિતા સ્પેનિશ હતા. નાનપણથી જ ડાન્સનો શોખ ધરાવતી મહિમાએ ત્રણ વર્ષની ઉંમરમાં બેલે શીખી હતી. 13 વર્ષની ઉંમરમાં તે ઓડિસી આર્ટિસ્ટ શંકર બેહરાને મળી. તેમની શિષ્ય બનીને નૃત્ય શીખવા લાગી. તે માને છે કે શંકરે તેમના જીવનને નવી દિશા આપી ત્યારબાદ તેને ભારતમાં ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન એન્ડ ફ્રેન્ચ ગર્વમેન્ટની તરફથી દિલ્હીમાં માધવી મુદગલ પાસેથી નૃત્ય શીખવાની તક મળી. બાદમાં તે પેરિસ જતી રહી. ત્યાં તે 12 વર્ષથી નૃત્યની સાથે ઈનોવેશન એટલે કે પ્રયોગ કરી રહી છે.