બ્રાઝિલના એક ગામમાં તો છોકરીઓ સુંદર, સુશીલ, ઘરનુ કામ કરવાની સાથે-સાથે ખેતરનુ પણ કામ સંભાળે છે. તો પણ આ ગામની 600 માંથી 300 જુવાન છોકરીઓ અત્યાર સુધી કુંવારી છે. ખરેખર તો આ ગામની છોકરીઓની એ શરત હોય છે કે, લગ્ન બાદ છોકરીના ગામમાં જ રહે. છોકરી ખેતરોનુ કામ સંભાળશે અને છોકરાને ઘરના કામકાજમાં તેમનો પૂર્ણ સાથ આપવો પડશે. આ ગામની છોકરીઓ લગ્ન બાદ છોકરાઓ પર પોતાનો પૂર્ણ હુકમ ચલાવે છે જે કારણે આ ગામની છોકરીઓની સાથે કોઈપણ છોકરો લગ્ન કરવા માટે તૈયાર થતો નથી.
આ ગામની છોકરીઓ સાથે માત્ર તે વ્યક્તિ જ લગ્ન કરે છે, જેના ખુદના પરિવારમાં કોઈ ન હોય. કારણ કે, આ છોકરાને તે છોકરીના ગામમાં જઈને રહેવામાં કોઈ મુશ્કેલી હોતી નથી. બ્રાઝીલના આ ગામની સ્થાપના ત્યાંના જ રહેવાસી એક મહિલા મારિયા સિનોરિયાએ કરી હતી. મારિયાએ આ ગામને વર્ષ 1851 માં વસાવ્યુ હતુ. ગામમાંથી મારિયાને તેમના પરિવારવાળાએ છોકરી હોવાથી ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી. ત્યારબાદ મારિયાએ પોતાના ગામમાં રહેતા લોકો માટે નિયમ બનાવ્યો કે, આ ગામની છોકરીઓ ક્યાંય પણ નહી જાય, પરંતુ છોકરાને તેની સાથે આવીને રહેવુ પડશે. તે જ કારણે લગભગ આજે ગામની ઘણી છોકરીઓ વર્ષોથી કુંવારી છે.