મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતે દુનિયા છોડ્યાને 14 દિવસ થયા છે અને હજી પણ તેના પરિવાર, મિત્રો અને ચાહકોની પીડા ઓછી થઈ નથી. સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને બાંદ્રામાં તેના એપાર્ટમેન્ટમાં ગળેફાંસો ખાઇ લીધો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર અનેક અફવાઓ ફેલાઇ રહી છે. સુશાંતે આટલું મોટું પગલું કેમ લીધું તેની કોઈને જાણકારી નથી અને બાંદ્રા પોલીસ તેની તપાસમાં લાગી ગઈ છે.
મુંબઈના ડીસીપી અભિષેક ત્રિમુખેએ આ વાત જણાવી
હવે મુંબઇ પોલીસના ડીસીપી અભિષેક ત્રિમુખેએ મીડિયાને જણાવ્યું છે કે તેઓ સુશાંતની આત્મહત્યાના મામલાની દરેક એંગલથી તપાસ કરી રહ્યા છે. અભિષેકે જણાવ્યું કે તેણે અત્યાર સુધીમાં 27 લોકોનું નિવેદન નોંધ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુશાંતના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કુપર હોસ્પિટલમાં કરાયું હતું, જેમાં તેમના મોતનું કારણ ગળે ફાંસોને કારણે શ્વાસ લેવામાં તકલીફ થઇ હોવાને મોટ હોવાનું જાણવા મળ્યું છે. સુશાંતના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં ડોક્ટરોએ સ્પષ્ટપણે આ લખ્યું છે.
We are investigating the reason behind his suicide from every angle: Abhishek Trimukhe, Deputy Commissioner of Police (DCP). #Mumbai
— ANI (@ANI) June 27, 2020