આવો જાણીએ કેવી રીતે થયો ખુલાસો ચામાં ખાંડની સાથે પ્લાસ્ટિક મિક્સ કરેલી, તેનો ખુલાસો કર્ણાટકના ગડગ શહેરમાં થયો. અહીં એક પરિવારમાં મહીલા ચા બનાવી રહી હતી, થોડીવાર પછી જ્યારે તેને ખાંડ નાખી તો તેમાંથી કંઈક બળવાની ગંધ આવવા લાગી. જ્યારે વાસણ જોયું તો તેમાં પ્લાસ્ટિકના કણ બળી રહ્યા હતા અને વાસણ પૂરું કાળું થઈ ગયું હતું.
પછી પરિવારના લોકોએ બજારમાંથી લાવેલી ખાંડને જ્યારે જોઈ ત્યારે જાણવા મળ્યું કે તેમાં ખાંડના કણ મિક્સ હતા. પરિવારવાળા ડિમાન્ડ કરી રહ્યા છે જે મીલમાંથી તે ખાંડ લાવે છે, તે મીલને તરત બંધ કરી દેવી જોઈએ.
સરકારે આપ્યા તપાસના ઓર્ડર ખાંડમાં પ્લાસ્ટિક હોવની વાત જ્યારે સામે આવી તો કર્ણાટક સરકારે તરત જ કેશની તપાસ કરવાની સલાહ આપી દીધી. ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટે ખાંડના સેમ્પલ લીધા અને તપાસ કરવા મોકલી દીધા છે.
કોણ કરી રહ્યું છે આ ભેળસેળ ખાંડમાં ભેળસેળ ક્યાં કરવામાં આવે છે તે જલદી ખુલાસો કરવામાં આવશે. શું આ ગરબડ સીધી મીલમાંથી થઈ રહી છે કે પછી તેની પાછળ રીટેલ શોપનો હાથ છે?