તા., ૨૧: ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા અને મોવડી મંડળથી નારાજ શંકરસિંહજી વાઘેલા કાલે સવારે દિલ્હી જશે. વાઘેલા અને અહેમદભાઇ વચ્ચે વિસ્તૃત ચર્ચા થશે. અહેમદભાઇના માધ્યમથી બાપુ સોનીયાજીને પણ મળશે. ગેહલોતજી પણ દિલ્હી જશે તેમ મનાય છે.
બાપુના અંગત વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શંકરસિંહજી વાઘેલા ર૮ મીએ કોંગ્રેસના નિરીક્ષકો સાથે મળનારી બેઠકમાં હાજર રહેશે. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ પણ હાજર રહેશે.
શંકરસિંહજી વાઘેલા ૨૪મીએ તેમના સમર્થકો સાથે વિચાર વિમર્શ કરીને ભવિષ્યની રણનીતી નક્કી કરવાના છે ત્યારે ૨૪મીન શકિત પ્રદર્શન પહેલા સોનીયાજીના રાજકીય સલાહકાર અને ગુજરાત કોંગ્રેસના સર્વેસર્વા શ્રી અહેમદભાઈ સાથે ચોક્કસ બાબતોએ ચર્ચા તથા સ્પષ્ટતા કરી લેશે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ મોસાળથી આજે પરત ફરવાના વાવડ છે ત્યારે બાપુની આવતીકાલની દિલ્હીયાત્રા ગુજરાતના રાજકારણમાં મહત્વની બની રહેશે. એક વાત એવી પણ છે કે બાપુ કદાચ સોનીયાજી અને ટોચના નેતાઓને મળીને આભાર પણ માનશે જેથી ભવિષ્યનો કોઈપણ નિર્ણય લઈ શકે.