મહેસૂલ ખાતાના સચિવ હસમુખ અઢિયાએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એસેસીઓએ દર મહિને ત્રણ રિટર્ન ફાઇલ કરવાની બાબતે જે માન્યતા પ્રવર્તે છે તે પાયાવિહોણી છે. રિટેલરો અથવા બી-ટુ-સી ડીલરોએ દર મહિને ઇન્વૉઇસ પ્રમાણે વિગતો આપવાની જરૃર નથી. તેમણે રિટર્ન ફાઇલ કરતી વખતે એંસી ટકા બિઝનેસ કુલ ટર્નઑવરની વિગતોમાં જણાવવાનું રહેશે, કારણ કે તેઓ બધા બી-ટુ-સી ડીલરો અથવા રિટેલરો છે. રિટર્નનું ફાઇલિંંગ સરળ છે. લોકોએ ફાઇલિંગની પ્રક્રિયા વિશે ચિંતા કરવાની જરૃર નથી.
રિટર્ન્સ માટેના ફાઇલિંગની સમજણ આપતાં તેમણે જણાવ્યું હતું કે સપ્લાયર સેલ ઇન્વૉઇસની વિગતો અપ-લોડ કરે ત્યારે જીએસટી રિટર્ન-૧ આગામી મહિનાની ૧૦મીએ અસ્તિત્વમાં આવશે. સપ્લાયરના જીએસટીઆર-૧માંની વિગતો આપોઆપ ખરીદદારના જીએસટી રિટર્ન-૨માં અપડેટ થશે. જીએસટીઆર-૨ આગામી મહિનાની ૧૫મીએ ફાઈલ કરવાનું રહેશે. અને કમ્પ્યુટર પર ક્લિક કરવાથી જીએસટીઆર-૨ માટે આખું રિટર્ન ફાઈલ કરવું નહીં પડે. દરેકે જીએસટીઆર-૨ ફાઇલ કરવાની જરૃર નથી. તેમના પોતાના અકાઉન્ટમાં કોમ્પ્યૂટર પર જોઈ શકાશે. તેઓ એને પુષ્ટિ આપી શકશે. કોમ્પ્યૂટરમાં કોઇ ટ્રાન્ઝેકશનની વિગત ગૂમ થઈ હોય કે દર્શાવવામાં આવી ન હોય તો તેમાં ક્યાંથી કોની પાસેથી ખરીદી-વેચાણની વિગતો ઉમેરી શકાશે. આ એક ઑટો પોપ્યુલેટેડ રિટર્ન છે. ક્લિક કરો અને ઑનલાઈન એક્સેપ્ટ કરો, એમ તેમણે જણાવ્યું હતું.