ચાલુ સપ્તાહના શુક્રવારને અંતિમ દિવસ માનવામાં આવી રહ્યો છે, કેમ કે તારીખ 24મી જુનના રોજ આ મહિનાનો છેલ્લો શનિવાર છે, અને નિયમ મુજબ બેંક સહિત સરકારી કચેરીઓમાં રજા હોય છે, ત્યારે સોમવારના દિવસે રમઝાન ઈદની જાહેર રજા હોવાના કારણે ત્રણ દિવસ દરમિયાન બેન્કિંગ કામકાજની સાથે સરકારી કચેરીઓમાં પણ મીની વેકેશનનો માહોલ જોવા મળશે.
ત્રણ દિવસ સુધી બેંકો બંધ રહેવાના કારણે શુક્રવારના રોજ બેંકોમાં નાણાંકીય વ્યવહારને લઈને ભારે ભીડ જોવા મળી હતી.જોકે લગભગ મોટા ભાગના બજારો કે દુકાનોમાં હવે કાર્ડ થી પેમેન્ટ કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે તેથી આ તહેવારોમાં રજાના સમયે રોકડને લગતી ખેંચ નહિ રહે તેમ પણ કહેવામાં આવી રહ્યું છે.