8 જુલાઈએ એટલે આજે અષાઢ મહિનાના વદ પક્ષની ચોથ તિથિ છે. આ દિવસે ગણેશજી માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે. બુધવાર અને ચોથના યોગમા ગણેશજી સાથે જ બુધગ્રહ માટે વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશ પૂજામાં ભગવાનના 12 નામ મંત્રનો જાપ કરો. જાપ ઓછામાં ઓછો 108વાર કરવો. ગણેશ મંત્ર ૐ ગં ગણપતયૈ નમઃ બોલીને પૂજા બાદ પ્રસાદ અર્પણ કરો. ગણેશજીને દૂર્વાની 11 અથવા 21 ગાંઠ ચઢાવો અને દૂર્વા ચઢાવતી સમયે આ મંત્રનો જાપ કરો. ૐ ગણાધિપતયૈ નમઃ. ૐ ઉમાપુત્રાય નમઃ, ૐ વિઘ્નનાશનાય નમઃ, ૐ વિનાયકાય નમઃ, ૐ ઈશપુત્રાય નમઃ, ૐ સર્વસિદ્ધપ્રદાય નમઃ, ૐ એકદંતાય નમઃ, ૐ ઇભવક્ત્રાય નમઃ, ૐ મૂષકવાહનાય નમઃ, ૐ કુમારગુરવે નમઃ.