નવી દિલ્હી: 45 વર્ષીય મંજુલા શેત્યેનું દિલ્હીની બાઈકુલા જેલમાં મોત નીપજયું હતું. આ જેલમાં બહુચર્ચિત શીના બોરા હત્યાકાંડની આરોપી એવી ઇન્દ્રાણી મુખર્જી પણ સજા કાપી રહી છે. શેત્યેના મોત બાદ મહિલા કેદીઓએ જેલમાં બળવો પોકાર્યો હતો અને જેલ ઓફિસર્સ સાથે મારામારી કરી હતી. આ ઘટના પાછળ ઇન્દ્રાણીએ કેદીઓને ઉશ્કેરયા હોવાની વાત બહાર આવી હતી.
ઘટનાની વિગત અનુસાર, શેત્યે પોતના જેલવાસ દરમિયાન ઈંડા ચોરી કરતાં ઝડપાઇ ગઈ હતી પરિણામે જેલ અધિકારીઓએ તેને ઢોર માર માર્યો હતો જેના કારણે તેનું મૃત્યુ થયું હોવાનો કેદીઓએ આરોપ લગાવ્યો હતો. જેને JJ હોસ્પિટલ તરફથી આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટે પણ સમર્થન આપ્યું હતું. રિપોર્ટમાં દર્શાવ્યું હતું કે, શેત્યેની બોડી પર 11 થી 13 ઇજાઓ મળી આવી છે અને તેના કારણે તેણીનું મોત નીપજયું છે. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ પાંચ જેલ પર્સન અને ચાર ગાર્ડને સસ્પેન્ડ કર્યા હતા.
ત્યારબાદ મુખર્જી સહિતના આશરે 200 જેટલા કેદીઓ જેલની અગાસી પર ગયા હતા, અને ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. આ વિરોધમાં જેલ અધિકારીઓએ ઇજા પામ્યા હતા અને સરકારી સંપતિને પણ નુકસાન પહોચ્યું હતું. આ પગલે ઇન્દ્રાણી સહિતના કેદીઓ પર બળવો કરવા અને ફોજદારી કાવતરા ઘડવા બદલ કેસ કરવામાં આવ્યો હતો.