મુંબઈ : બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને તેનો પુત્ર અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ બૉલીવુડ ઉદ્યોગ સહીત દેશભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ત્યારે હવે સામે આવેલી માહિતી મુજબ અભિનેતા અનુપમ ખેરની માતા અને ભાઈ સહિત પરિવારના 4 સભ્યોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. અનુપમ ખેરે 12 જુલાઈ, રવિવારે સવારે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. અનુપમ ખેરની માતાને કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, અનુપમ ખેરનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
https://twitter.com/AnupamPKher/status/1282181222467162118