મુંબઈ : અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન 11 જુલાઈ, સાંજે કોરોના પોઝિટિવ આવ્યા બાદ હવે 12 જુલાઈ, રવિવારે ઐશ્વર્યા રાય બચ્ચનનો કોરોના ટેસ્ટ કરવામાં આવતા, તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સમાચાર સૂત્રોના હવાલેથી બહાર આવ્યા છે. આ સાથે જ ઐશ્વર્યા અને અભિષેકની પુત્રી આરાધ્યા બચ્ચનનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. ચાહકો અને બચ્ચન પરિવાર માટે આ ચિંતાની બાબત છે.
શનિવારે રાત્રે અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ બંનેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બંનેની સારવાર હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં કરવામાં આવી રહી છે. અહેવાલ છે કે બંનેમાં કોરોનાના હળવા લક્ષણો હતા. તેની હાલત સ્થિર છે.